Aadhya shakti Gujarati


 જય આદ્યા શક્તિ


જય આદ્યા શક્તિ , મા જય આદ્યા શક્તિ,

અખંડ બ્રહ્માંડ દિપાવ્યા(૨) , પડવે પ્રકટ્યા મા,
 ઓમ જ્યો જ્યો માં જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું (૨),
બ્રહ્મા ગણપતિ  ગાયે (૨), હર  ગાયે હર મા … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા(૨),
દયા  થકી તરવેણી (૨), તમે તરવેણી  મા … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા(૨),
ચાર ભૂજા ચૌદિશા (૨), પ્રગટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા(૨),
પંચ સહસ્ત્ર  ત્યાં સોહિયે માં (૨) , પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો (૨),
નર નારીના રૂપે માં (૨) , વ્યાપ્યાં સઘળે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા-સાવિત્રી (૨),
ગૌ ગંગા ગાયત્રી માં (૨) , ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા (૨),
 સુનીવર મુનીવર જનમ્યા (૨), દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (૨),
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,
 કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (૨),
રામે રામ રમાડ્યા (૨) , રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા (૨),
કામદુર્ગા કાલિકા (૨) , શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા (૨),
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે ,
તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તમે  તારુણી માતા (૨),
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨), ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડ માં (૨),
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો,
 સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (૨),
વશિષ્ઠ દેવે વખાણ્યા માં , માર્કંડ દેવ એ વખાણ્યા,
 ગાઈ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (૨),
સંવત સોળે પ્રગટ્યા (૨) , રેવાને તીરે મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, માં મંછાવટી નગરી ,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ,ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી (૨), સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એકમેં  એક સ્વરૂપ, અંતર નવ ધરશો (૨),
ભોળા ભવાનીને ભજતાં માં , ભોળા અંબે માં ને ભજતાં,
ભવસાગર તરશો … ઓમ

ભાવ ન જાણું ,ભક્તિ ન જાણું ,નવ જાણું સેવા (૨),
વલ્ભભ ભટ્ટ  ને આપી ,એવી અમને આપો ચરણો ની સેવા  ... ઓમ

માનો મંડપ લાલ ગુલાલ, શોભા અતિ સારી મા (૨),
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે,જય બહુચર માડી  ...
ઓમ

માની ચુંદડી લાલ ગુલલ શોભા બવ સારી
આંગણ કુક્ડ નાચે ,જય બહુચર માડી ...
ઓમ જ્યો જ્યો માં જગદંબે...

--------------------------------------
---------------------------------------


Comments

Popular posts from this blog

Guru Brahma Guru Vishnu - Shlok

Mangalam Bhagwan vishnu ( Shlok )

Om Jai Lakshmi Mata Lyrics